પહેલગામ પર આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરની સફળતા પૂર્વક પૂર્ણ કરતા દેશની સરહદમાં તણાવભર્યો માહોલ સર્જાઈ રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ સરહદી રાજ્યમાં મોકડ્રીલ કરવાં સુચના આપવામાં આવી હતી જે બાદ દેશભરમાં મોકડ્રીલ યોજાયા બાદ હવે દેશભરમાં ના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની 12 સેવાઓની સક્રિયતા અને સાધનોને સતર્ક કરવામાં આવી રહ્યા છે અને વિવિધ વિભાગ દ્વારા તૈયાર શરૂ કરવમાં આવી રહી છે
પહેલગામ હુમલાના જવાબમાં ભારતે કરેલ સિંદુર ઓપરેશન બાદ ભારત પાકિસ્તાનમાં તણાવ ભર્યો માહોલ સર્જાતા દેશભરમાં ખાસ કરીને દેશના સરહદી જિલ્લામાં સ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે અગાઉ મોરબી જિલ્લામાં એર સ્ટ્રાઈક જેવી સ્થિતિથી બચવા અલગ અલગ બે સ્થળે મોકડ્રીલ કરવામાં આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે જરૂરી તૈયારી શરુ કરી છે સરહદી જિલ્લાની સ્થિતિથી મોરબી જિલ્લામાં વિપરીત સ્થિતિ છે સમગ્ર જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણ પણે સામાન્ય છે કોઈ પણ પ્રકારની હાલ ચિંતાજનક સ્થિતિ નથી જિલ્લા ના નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટ્રાફિક રાબેત મુજબ છે તો તમામ બજારોમાં પણ રાબેતા મુજબ ધમધમી રહી છે
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અલગ અલગ પગલા લેવાઈ રહ્યા છે જેમાં મોરબીના મુખ્ય ફાયર વિભાગના તમામ કર્મીઓ ને તમામ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સ્ટાફને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે
રાજ્ય ગૃહ વિભાગના આદેશને પગલે પોલીસના અધિકારી અને કર્મીને પણ એલર્ટ રહેવા સુચના આપવમાં આવી છે મોરબી જિલ્લાના મહત્વના દરિયાઈ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે તેમજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી આસપાસના ગામના લોકો સાથે પણ બેઠક કરી લોકોને કોઈ પણ પ્રકારની ગભરામણ ન રાખવા અને પોલીસ તેમજ વહીવટી તંત્ર ને સહયોગ આપવામ અપીલ કરવામાં આવી હતી
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો જરૂરી મેડીકલ સુવિધા મળે તેમજ રક્તની ઘટ્ટ ઉભી ન થાય તે માટે મેડીકલ કોલેજ ખાતે સિવિલ હોસ્પિટલ દ્વારા રક્ત દાન કેમ્પ યોજયો હતો હતો આ ઉપરાંત વિવિધ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ અલગ અલગ સ્થળે રક્તદાન કેમ્પ યોજી ઈમરજન્સી સ્થિતિમાં રક્ત જરૂરિયાત પૂર્ણ કરવા સ્ટોક કરવામાં આવી રહી છે જિલ્લામાં દવાઓના જથ્થા, બેડની , આઇ.સી.યુ.ની સુવિધાઓ, બ્લડની જરૂરિયાત સંદર્ભેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી.
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા માહોલ વચ્ચે આજે દેશના વિવિધ સરહદી જિલ્લામાં તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ગુજરાતના સરહદી જિલ્લા એવા કચ્છમાં પણ અલગ અલગ પ્રકારની કાર્યવાહીના ભાગરૂપે બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું તો હવાઈ સેવા અટકાવાયા બાદ વિવિધ ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નમો ભારત ટ્રેન રદ કર્યા બાદ હવે ભુજ મોરબી રાજકોટ ટ્રેનની પણ તા 10ની ટ્રીપ રદ કરવામાં આવી છે
મોરબી જિલ્લા કલેકટરની સુચના આધારે મોરબી જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે . આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

