માળિયા મિયાણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે માળીયાના મોટા ભેલા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા કાન્તીલાલ ધરમશીભાઈ સરડવા, ખેંગારભાઈ મેરામભાઇ બરબચીયા, ચંદુલાલ દેવજીભાઈ ખાંભળીયા, કરશનભાઈ ભગવાનજીભાઈ ખાંભળીયા અને શીવાભાઈ શામજીભાઈ ખાંભળીયા નામના પાંચ શખ્સો કુલ રૂ.- 11,980નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

