મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભડિયાદ રોડ પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. તે સોસાયટીમાં આવેલ ઉમિયા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી 30 ઈંગ્લીશ દારૂની બોટલો અને 54 બીયર ટીન કુલ રૂ.- 42,750નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફૂલતરીયાને પોલીસે પકડી લઇ તેમજ સ્થળ પર હાજર ન મળી આવનાર મુસ્તાક સોલંકીને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે આ બને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

