મોરબીમાં ટ્રાફિક શાખામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પ્રવિણભાઇ લાંબાએ GJ-36-AM-8180 નંબરના એકટીવા ચાલક યસ મેરામભાઇ બાલાસરા તેમજ તેની સાથે બ્લુ કલરની સ્વીફટ કારમાં આવેલ બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-4 મેના રોજ ફરીયાદી ટ્રાફીક નિયમન કરાવતા હતા. તે દરમિયાન GJ-36-AM-8180 નંબરના એકટીવા ચાલકે સાઇડ તોડી વચ્ચે આવતા તેને રોકતા જે બોલાચાલી કરી બીજા બે ઇસમોને સાથે લઇ આવી ઉગ્ર બોલાચાલી કરી ભુડી ગાળો આપી કહ્યું તું ટ્રાફીક પોઇન્ટ ઉપર તુ ઉભો રહે તને ફુટબોલની જેમ કેમ ઉડાવુ છુ તે જોજે તેમ કહી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

