રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે શનિવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જોકે અગાઉથી હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.જે સાચી પડી છે શનિવારે સાંજથી અલગ અલગ જિલ્લામાં ઠંડા પવન ફૂકવવા લાગ્યા હતા તો 4 મે ના રોજ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરાણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.તો સૌરાષ્ટ્ર કચ્છ ના કેટલાk જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ વાવાઝોડાની આગાહી આપવામાં આવી હતી. જ્યારે આગામી 6 મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
તે જ રીતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગરમાં સહિતના છૂટા-છવાયા સ્થળોએ સામાન્ય વાવાઝોડાની આગાહી છે. વીજળી સાથે કલાકમાં 5 મીમી કરતા ઓછો વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા ઓછી ઝડપે ઓચિંતો પવન ફૂંકાવાની સંભાવના છે.
વડગામના નાનોસણા ગામમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા ઉડ્યા હતા તો વિસનગરમાં પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો; શોર્ટ સર્કિટ થવાથી વીજળીના ભારે તણખા ઊડતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં પાલનપુર-આબુ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

