HomeGujaratમોરબીમાં અજાણી લાશની ઓળખ મેળવવા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

મોરબીમાં અજાણી લાશની ઓળખ મેળવવા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉમર વર્ષ આશરે 40 વર્ષ વાળો તા.- 28/04/2025ના બપોરના 13:10 કલાક પહેલા મોરબીના લગ્ધીરપુર રોડ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈપણ કારણસર મરણ જતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવી જેની લાશને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

મરણજનાર વ્યક્તિના નામની કે તેના સગા-સબંધી કોઈની ઓળખ ન થઈ હોવાના કારણે તેના અંગે કોઈને જાણકારી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 63596 26066 અથવા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલના મોબાઈલ નંબર 90163 88819નો સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW