HomeGujaratમોરબી જીલ્લામાં ગેરકાયદેસર વસતા વિદેશી નાગરિકોને પકડવા પોલીસે સઘન ઝુબેશ હાથ ધર્યો

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર વસતા વિદેશી નાગરિકોને પકડવા પોલીસે સઘન ઝુબેશ હાથ ધર્યો

કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ રાજ્યભરમાં પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા દેશોમાંથી ઘૂસણખોરી કરતા ઘૂસણખોરને પકડી તેમના વિરુદ્ધ એક્શન લેવાની ગૃહ વિભાગ તરફથી મળેલી સૂચનાને પગલે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે માં છેલ્લા ત્રણ દિવસથી મોરબી એ ડિવિઝન પોલીસની પાંચ મોરબી બી ડિવિઝનની ચાર તાલુકા પોલીસ મથકની 15 માળિયા મીયાણા પોલીસની ત્રણ વાંકાનેર સીટી પોલીસની પાંચ વાંકાનેર તાલુકા પોલીસની 11 હળવદ પોલીસ સ્ટેશનની 4 તેમજ ટંકારા પોલીસ સ્ટેશનની ચાર મળી કુલ 53 જેટલા ટીમ બનાવવામાં આવી છે અને જિલ્લામાં અલગ અલગ સ્થળો ની સ્થળ તપાસણી કરવામાં આવી રહી છે જેમાં સોની બજાર હોટેલ શાહ સેન્ટર મજૂર વસાહત મદ્રેસા ફાર્મ હાઉસ ઉદ્યોગિક કંપની શૈક્ષણિક સંકુલ વગેરે સ્થળોમાં કુલ 1500 જેટલા લોકોની ચકાસણી કરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ જે સ્થળ પર રહે છે ત્યાં આનો રહેઠાણનો પુરાવો મૂળ વતન અંગેના જરૂરી ડોક્યુમેન્ટ તેમજ ભાડા કરાર કે કારખાનેદાર દ્વારા પોલીસ મથકમાં નોંધણી કરાવવામાં આવેલી છે કે કેમ તે અંગેની પણ હાલ તપાસણી કરવામાં આવી રહી છે અગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેમજ જે વિસ્તારોમાં શંકાસ્પદ લોકોની અવરજવર હોય અથવા વસવાટ હોય તે અંગેની માહિતી જિલ્લા પોલીસ કંટ્રોલ નંબર 74339 75943 અથવા એસઓજી કચેરી મોબાઈલ નંબર 70962 63999 ઉપર આપવા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW