HomeGujaratમાળિયા ફાટક ઓવરબ્રીજ નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એક બાળકીનું મોત,...

માળિયા ફાટક ઓવરબ્રીજ નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એક બાળકીનું મોત, બેને ઈજા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી નિશાળ પાસે રહેતા પીન્ટુભાઈ ચનાભાઈ પરમારે GJ-37-T-6990 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, માળીયા ફાટક ઓવરબ્રીજ ઉતરતા માળીયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામેના નેશનલ હાઇવે પર GJ-37-T-6990 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પોતાની આગળ જતા ફરીયાદીના GJ-36-Q-3770 નંબરના બાઈકની સાઇડ કાપી ડાબી બાજુ દબાવી ફરીયાદીના બાઈકની જમણી બાજુના હેન્ડલ સાથે અથડાવી બાઈકને પછાડી દઇ ફરીયાદિના બાઈકમાં બેસેલ ફરીયાદીની દીકરી આયુષી ઉ.વ- 07 વર્ષ વાળી ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી તથા ફરીયાદીને જમણા પગે ઘુંટણમાં સામાન્ય ઇજા ફરીયાદીના પત્નિ અશ્મીતાબેન ને જમણા હાથે અંગુઠાના ભાગે ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પીન્ટુભાઈની ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW