હળવદના જુના રાયસંગપર ગામે રહેતા રૂખીબેન બાવલભાઈ તારબુંદીયા નામના વૃદ્ધાએ અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ અજાણ્યા ત્રણ ઇસમો ફરીયાદીના ઘરે આવી ઘરનો દરવાજો ખખડાવી ફરીયાદી દરવાજો ખોલતા ફરીયાદીને પકડી નીચે પાડી દઇ ડાબા કાનમાં પહેરેલ સોનાના ઠોળીયા (કાનની બુટી) ખેચીને કાઢી લઇ કાનની બુટી તોડી નાખી ઇજા કરી તથા જમણા કાનના ઠોરીયા (કાનની બુટી) પણ કાઢી લઇ સોનાના ઠોળીયા (કાનની બુટી નંગ-2) વજન આશરે બે તોલાની કિંમત રૂ.- 1,25,000ના મુદામાલની લુંટ કરી નાસી ગયા હતા. આ અંગે રૂખીબેનની ફરીયાદ આધારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

