જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં એક તરફ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ અલગ એક્શન પણ લેવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલના આદેશ આપ્યા છે જેને લઇ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસણી કરવા તમામ જિલ્લા પોલીસ અને મેટ્રો સિટીમાં પોલીસ કમિશ્નર ને કરેલા આદેશને પગલે ઠેર ઠેર ચકાસણી થઈ રહી છે જેના ભાગરૂપે મોરબીમાં ગત શનિવારે રાત્રે સોની બજારમાં એસ ઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બંગાળી કારીગરો ની તપાસની કરી હતી દરમિયાન રવિવારે રાત્રે એસઓજીને ઈનપુટ મળ્યા હતા કે મકનસર ગામ નજીક વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોર રહેતા હોય આ બાતમી આધારે એસઓજી પી આઈ એન આર મકવાણા અને તેની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં 10 બાંગ્લાદેશી મળી આવતા તેમને ડીટેઈન કરી વધુ પૂછ પરછ માટે એસઓજી ઓફીસ ખાતે લાવવામાં આવ્યા હતા

