ગુજરાત રાજ્યમાં ડુપ્લીકેટ અને ગેરકાયદેસર બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગત નો તાત લાચાર અને નિ:સહાય કેમ? આ ગેરકાયેસર નો કારોબાર કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ વિભાગને છૂટ આપવા આ બાબતે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું કે, છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં ડુપ્લીકેટ બિયારણો, દવાઓ, ખાતર વગેરે નું વેચાણ મોટા પાયે થઇ રહ્યું છે. અને આનો ભોગ જગતનો તાત એટલે કે ખેડૂતો થઇ રહ્યા છે. આ નકલી બિયારણો, ખાતર, બિયારણ થી ખેડૂતોને તેની નીપજ નિષ્ફળ જતા કે ઓછી નીપજ થતા નુકશાન ભોગવવાની નોબત આવે છે. ખેડૂતો આત્મહત્યાના માર્ગે જવા મજબુર બને છે.
ગુજરાતના ખેડૂતોને ઘણો આપત્તિઓ સામે લડવાનું આવે છે. જેમ કે અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ, જે કુદરતી આપતીઓ સામે લડવાનું છે. તો કૃત્રિમ માનવ સર્જિત આપતીઓ જે આવી રહી છે. જેવી કે નકલી બિયારણ, નકલી દવા, નકલી ખાતર વગેરે ને કારણે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. આ માનવ સર્જિત આપતી સામે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તેની પર આડકતરી રીતે રોક લગાવી ને સરકાર જાણે કે આ ડુપ્લીકેટ, ખાતર, દવા ખાતરના ધંધાર્થીઓને બચાવવાનું કામ કરવા માટે જાણે કે સરકાર રીતસર બહાર આવી ગઈ હોય તેવો માહોલ હાલમાં બનવા પામેલ છે. આમ આ ગુજરાત પોલીસની આ ડુપ્લીકેટ ખાતર બિયારણ અને દવા ઉપર થઇ રહેલ કાર્યવાહી અવરોધવાનું કામ કરી ડુપ્લિકેટ કારોબારના માફિયાઓને છાવરવાનું કામ કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ સમજવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ એક પરીપત્ર તે મુજબ હવે થી પોલીસ વિભાગ કોઈ ખેડૂત કે અન્ય કોઈની આ ડુપ્લીકેટ માફિયાઓ સામેની ફરિયાદ ખેતીવાડી વિભાગની પૂર્વ મંજુરી વગર લઇ શકશે નહિ અને તાત્કાલિક કાર્યવાહી નહિ થઇ શકવાના કારણે આ માફીયાઓને પોતાના કરતૂતો છુપાવવા માટે પુરાવાઓ નાશ કરવાનો સમય મળશે. આમ હવે આ ડુપ્લીકેટ માફિયા ઓને ગુજરાતમાં કોઈનો ડર રાખવાની જરૂર નથી ? સરકાર દ્વારા આ બાબતે ડુપ્લીકેટ માફિયાઓ તરફી હોય તેવો માહોલ હાલ માં દેખાય રહ્યો છે? અને ખડૂતો લાચાર, અસહાય છે. તો આવા માફિયા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવે તેવો નિયમ બનાવીને ખડૂતોને બચાવવા યોગ્ય કરવા અમારી માંગણી છે. જો આવું કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાનું કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું.

