મોરબીના રંગપર-બેલા ગામની સીમમાં આવેલ સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતા દાદુરામ બુજસેનને ગઈકાલના રોજ કોઈ કારણસર ઈલેક્ટ્રીક શોક તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

