મોરબીની નીચી માંડલ પાસે આવેલ ક્યુસેવન સિરામિક લેબર કોલોનીમાં રહેતા અને મૂળ બિહારના વતની સંજુબેન જગદીશભાઈ રૂષીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં GJ-39-T-1603 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-25/05/2025ના રોજ સંજુબેનના પતિ જગદીશભાઈ સાહેદ સુનીલભાઈનું MP-37-ZE-6412 નંબરનું બાઈક ચલાવીને સરતાનપર રોડ નજીકથી પસાર થઇ રહ્યા હોય તે સમયે GJ-39-T-1603 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને સામેથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક જગદીશભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સંજુબેનની ફરિયાદ આધારે પોલીસે તે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

