HomeGujaratહીરાસર એરપોર્ટ 24 કલાક ચાલુ રહેશે પાકિસ્તાને પોતાની એર સ્પેસ ભારત...

હીરાસર એરપોર્ટ 24 કલાક ચાલુ રહેશે પાકિસ્તાને પોતાની એર સ્પેસ ભારત માટે પ્રતિબંધ મુકતા લેવાયો નિર્ણય

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનના સંબંધો ફરી એકવાર તણાવ ભર્યો માહોલ સર્જાયો છ એક તરફ ભારત દ્વારા પાકિસ્તાન તરફી કેટલાક કડક એક્શન લીધા છે તો બીજી તરફ પાકિસ્તાન પણ તેના તરફથી એક્શન લઇ રહ્યું છે પાકિસ્તાન દ્વારા ભારત માટે તેની એર સ્પેસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે ભારતની એર લાઈન્સને ભારત પર આવવા જવા માટે અન્ય રૂટ નો ઉપયોગ કરવો પડશે અને લગભગ મધ્ય પૂર્વ એશિયાના દેશ માં જવા માટે ભારતને હવે અરબ સાગર ની એર સ્પેસ નો ઉપયોગ કરવો પડશે આ જ કારણ થી દેશના એવિએશન ડીપાર્ટ મેન્ટ દ્વારા પગલા લેવાયા છે  જેના ભાગરૂપે  રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બે મહિના સુધી 24 કલાક ખુલ્લુ રહેશે. અહીં કોઇપણ સમયે ઇન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થઈ શકશે. દુબઈ, ઓમાન, શાહજહાં, અમીરાત સહિત મિડલ ઇસ્ટની ફ્લાઈટ માટે રાજકોટ એરપોર્ટને 24 કલાક ચાલુ રાખવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકરાના પગલાંને લઈ પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે એરસ્પેસ ક્લોઝ કરતા હાઈ ઓથોરિટી દ્વારા મિડલ ઇસ્ટ દેશોમાંથી આવતી ફ્લાઈટની ઇમરજન્સી લેન્ડિંગ માટે આ નિર્ણય લઈ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મહત્ત્વપૂર્ણ મિટિંગ મળી હતી. જેમાં એરપોર્ટના તમામ વિભાગના અધિકારીઓ અને ખાસ કરીને ઓપરેશનલ ટીમ સાથે અગત્યની વાટાઘાટો સાથે 24 કલાક એરપોર્ટને ચાલુ રાખવા માટે વધુ 50 જેટલો સ્ટાફને મોકલવા વેસ્ટર્ન રીજનને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત કસ્ટમ, ઇમિગ્રેશનની ઓથોરિટીને જાણ કરી છે.

ઉચ્ચ કક્ષાએથી બે મહિના માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રાખવા જણાવ્યું
ઓમાન, દુબઈ, દોહા અને શાહજહાં માટે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી ઉડાન ભરે છે. આ સેક્ટર માટે પાકિસ્તાનના કરાચી અને લાહોર નેવિગેશન રૂટનો ઉપયોગ થતો હતો. નેવિગેશનનો આ મેપ શોર્ટકટ હતો અને ઈંધણ પણ ઓછું વપરાય છે. પાકિસ્તાનના આ નિર્ણયથી આ ફ્લાઈટ લાહોર કે કરાંચી જઈ શકે તેમ નથી એટલે અમદાવાદ એરપોર્ટને ઇમરજન્સી માટે એપ્રોચ કરાયો હતો પરંતુ ત્યાંનું એરપોર્ટ સતત વ્યસ્ત હોવાથી ઇન્ડિગો એરલાઈન્સે રાજકોટ એરપોર્ટ માટે ભલામણ કરી હતી. મળતી વિગતો અનુસાર ઉચ્ચ કક્ષાએથી બે મહિના માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રાખવા માટેની તૈયારી રાખવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW