વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઈ ઉધરેજા નામના મહિલાએ ગઈકાલના રોજ પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

