HomeGujaratખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા 15મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે; ખેડૂતોએ...

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા 15મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે; ખેડૂતોએ સમય મર્યાદામાં અરજી કરવી

નવીન આઇ ખેડુત પોર્ટલની વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ આગામી તારીખ:- 15/05/2025 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વ મંજુરી આપવામાં આવશે. જેથી ખેડૂતોએ પોતાના સમય અનુસાર સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા વિનંતી સહ આ બાબતની નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW