HomeGujaratમોરબીના નાની વાવડીમાં ઉછીના લીધેલા રૂપિયા ની ઉઘરાણી મુદે યુવકની હત્યા 

મોરબીના નાની વાવડીમાં ઉછીના લીધેલા રૂપિયા ની ઉઘરાણી મુદે યુવકની હત્યા 

મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકની મંગળવારે વહેલી સવારે ગામના તળાવ નજીક  હત્યા કરાયેલી હાલતમાં તેમજ શરીર પરથી અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા ગામના આગેવાનોએ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક મૃતદેહ કબજો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, વધુ તપાસ માટે મૃતદેહ રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મોકલ્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે હત્યાની કલમ અંતર્ગત ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકે આરોપીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જે પરત કરવા બાબતે આરોપીએ તેને ગામના તળાવ પાસે બોલાવ્યો હતો અને બોથડ પદાર્થના ઘા ઝીકી પતાવી દઈ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મૃતકના પિતાએ ગામના જ બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી હતી. 

મોરબીનાં નાની વાવડી ગામમાં રહેતા ભાણજીભાઈ મોતી ભાઈ મકવાણાના મોટા પુત્રનું સિવિલ હોસ્પિટલમાં હાથનું ઓપરેશન હોવાથી તેની સાથે હોસ્પિટલ હતા. જયારે નાનો દીકરો દીપક ઘરે હતો દરમિયાન ગત રાત્રીના દીપક ભાણજીભાઈ મકવાણાને તેના જ ગામના હેમંત પ્રેમજી સોલંકી અને ગૌતમ હીરાભાઈ ઉભડીયાએ ગામના તળાવ પાસે બોલાવ્યા હતા. જ્યાં અગાઉ ઉધાર આપેલ રૂપિયા ની ઉઘરાણી કરી હતી. જોકે રૂપિયા ન આપતા આરોપીઓએ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી લાશને ગામના તળાવ પાસે ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે ગ્રામજનોને ઘટનાની જાણ થતાતેઓ પ્રથમ મૃતકના પિતાને બોલાવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેમને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા  તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવકના શરીર પર આડેધડ બોથડ હથિયારોના ઘા ઝીંકી  આવ્યા હતા. મૃતકનું પેન્ટ ફાટેલી હાલતમાં અને ગુપ્તાંગના ભાગે પણ ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઇ બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

રાત્રે પિતાએ ફોન કરતા આરોપીઓ ફોન ઉપાડી ધમકી આપી હતી 

ભાણજીભાઈના મોટા દીકરાનું આજે સિવિલ હોસ્પીટલમાં ઓપરેશન હોવાથી રાત્રે રોકાયા હતા અને રાત્રે સુવા માટે ઘરેથી ચાદર માટે પુત્ર દીપકને ફોન કરતા ફોન હેમંતે ઉપાડી  ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરી હતી. સાથે જો રૂપિયા પરત નહી આપે તો મારી હાથ પગ ભાંગી પતાવી દેશું તેવી ધમકી પણ આપી હોવાનું મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW