શ્રીનગરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં ગુજરાતના ત્રણ લોકો સહીત લગભગ 27 લોકોએ જીવ ગુમાવ્યો છે આ ઘટના ને પગલે સમગ્ર દેશમાં રોષનો માહોલ છે તો કેટલાય પરિવાર એવા છે. જેમના પરિવાર ના લોકો કાશ્મીર ફરવા ગયા છે તેમના જીવ પણ અધ્ધર થઇ ગયા છે ત્યારે મોરબી શહેરમાંથી પણ લગભગ 20 થી વધુ લોકો કાશ્મીર ગયા હતા જે તમામ લોકો સુરક્ષિત હોવાનું અને આવતીકાલે તમામ શ્રીનગરથી મોરબી તરફ પરત ફરશે બીજી તરફ અનેક પરિવાર મેં મહિનામાં ફરવાનું આયોજન કરી રહ્યા હતા અને હોટેલ તેમજ રેલ્વે ટીકીટ એડવાન્સ બુકિંગ કરાવ્યા હતા તે બુકિંગ પણ કેન્સલ થવા લાગ્યા છે. લગભગ 40થી વધુ લોકોએ એડવાન્સ બુકિંગ રદ કરી દીધા છે જોકે હજુ પણ ત્રણ ગ્રુપ દ્વારા તેમનું બુકિંગ રદ કરાવ્યું નથી તેઓએ જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત છે અને સ્થાનિક લોકો તેમજ આર્મી દ્વારા તેમને પુરતી સુરક્ષા આપવમાં આવી રહી છે તેમને સહયોગ પુરતો મળ્યો હોવાથી હાલ તેઓ ફરવા માંગે છે. ટ્રાવેલ એજન્સી ના જણાવ્યા મુજબ મોરબીથી ગયેલા તમામ મુસાફરોના સંપર્કમાં છીએ તમામ સુરક્ષિત હોય અને ગઈકાલે મોટાભાગના લોકોના પેકેજ પૂર્ણ થઇ જતા મોરબી પરત આવવા રવાના થઇ ગયા છે
મોરબીથી કાશ્મીર ગયેલા 30થી વધુ પ્રવાસીઓ સુરક્ષિત,શ્રીનગરથી પરત ફરશે
RELATED ARTICLES

