HomeGujaratમોરબીના નાની વાવડીમાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી પોલીસે તપાસ હાથ...

મોરબીના નાની વાવડીમાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી પોલીસે તપાસ હાથ ધરી

મોરબીના નાની વાવડી ગામમાં અજાણ્યા યુવક ની તીક્ષણ હથિયારના ઘા જીકી હત્યા કરી દેવામાં આવી હતી બાદમાં લાશને ગામના તળાવ પાસે ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા વહેલી સવારે ગ્રામજનોને ઘટનાની જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આ અંગે મોરબી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી મૃતક યુવકના શરીર પર આડેધડ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી આવ્યા હતા. મૃતકનું પેન્ટ ફાટેલી હાલતમાં અને ગુપ્તાંગના ભાગે પણ ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ દીપક ભાણજી મકવાણા હોવાનું અંદાજીત તેની ઉમર 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW