HomeGujaratમચ્છુ 2 ડેમના દરવાજા રીપેરીંગની બીજા તબક્કાની કામગીરી માટે 23મી એ ફરી...

મચ્છુ 2 ડેમના દરવાજા રીપેરીંગની બીજા તબક્કાની કામગીરી માટે 23મી એ ફરી 2 દરવાજા 2 ફૂટ ખોલાશે

મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા 33 દરવાજા પૈકી 5 દરવાજાનું ગયા વર્ષે રીપેરીંગ કામ કર્યા બાદ આ વર્ષે બાકીના દરવાજા રીપેરીંગ કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે ગત 3 એપ્રિલના રોજ 390 ,mcft પાણી છોડાયા બાદ હવે બીજા તબક્કાની કામગીરી માટે વધુ પાણી છોડવાની જરૂર પડશે અને તેના ભાગરૂપે આજે મચ્છુ 3 ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હવે અને મચ્છુ 2 ડેમમાંથી આગામી દિવસમાંથી જે પાણી રીલીઝ થશે તેના વોટર લેવલ મેન્ટેઇન કરાઈ રહ્યું છે મચ્છુ 3 ડેમ ખાલી થતા હવે આગામી 23 એપ્રિલના રોજ મચ્છુ 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવશે.અને 1456 કયુસેકના પ્રવાહ સાથે અંદાજીત 500 mcft પાણી ડેમમાં છોડવામાં આવશે

એક હાલ મચ્છુ 3 માંથી પાણી રીલીઝ થતું હોવાથી તેના નીચાણવાળા 21 ગામને એલર્ટ કર્યા બાદ હવે મચ્છુ 2 ડેમના હેઠવાસમાં આવતા લીલાપર, જોધપર ભડિયાદ મોરબી શહેર ટીંબડી ધરમપુર અમરેલી ઉપરાંત મચ્છુ 3 ડેમના હેઠવાસના ગામને એલર્ટ કરી નદી તટમાં અવર જવર ન કરવા કે નહાવા ન જવા તાકીદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW