મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે લીલાપર રોડ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં લીલાપર રોડ સરકારી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ રમેશભાઇ બાટી, સની નીતીનભાઇ કાંજીયા, સની વિજયભાઇ ડાભી સહીત ત્રણ શખ્સોને પોલીસ પકડી પાડ્યા હતા. જ્યારે આફતાફ હાજીભાઇ સમા નામનો શખ્સ સ્થળેથી નાસી ગયો હતો. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 11,900નો મળેલ મુદામાલ કબ્જે કરી પોલીસે તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

