HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકારી રાજ્ય સરકારને નોટિસ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકારી રાજ્ય સરકારને નોટિસ

મોરબી જુલતાપુલ દુર્ઘટનામાં પીડિત પરિવારો દ્વારા બનાવવામાં આવેલી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં સમગ્ર કેસની સીબીઆઇ પાસે તપાસ કરાવવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી આ અરજીમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલી છે તેમાં તેઓ ને ન્યાય મળે તેવી શક્યતાઓ નથી કારણ કે એસઆઇટી દ્વારા કરવામાં આવેલી તપાસ અને મોરબી પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં અંતર છે રાજ્ય સરકાર ની એસઆઇટી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેનો રિપોર્ટ પણ મોરબી પોલીસે ચાર્જશીટમાં રજૂ કર્યો નથી જેથી આ કેસમાં જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ ની ભૂમિકા સ્પષ્ટ થતી નથી જેથી આ બાબતે સીબીઆઇની તપાસ કરવામાં આવે તો તેઓને ન્યાય મળી શકે છે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજી સ્વીકારવામાં આવી છે અને આ મામલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી તેમનો જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW