HomeGujaratટંકારાના શિક્ષક દંપતીનો પુત્ર બન્યો કોમર્શીયલ એરક્રાફ્ટનો પાયલટ

ટંકારાના શિક્ષક દંપતીનો પુત્ર બન્યો કોમર્શીયલ એરક્રાફ્ટનો પાયલટ

માળીયા તાલુકાના ખીરઈ ગામના વતની અને હાલ ટંકારાની કલ્યાણપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ સુરાણીનો નાનો પુત્ર જૈમીન તાજેતરમાં વેન્ચુરા એર કનેક્ટ નામની કંપનીમાં કોમર્શીયલ પાયલોટ તરીકે જોડાયો છે. નાનપણથી જ બધા કરતા અલગ વિચારી પોતાના ધ્યેય માટે સતત મથતા રહેતા જૈમિને એક સફળતા હાસેલ કરી છે. 1 થી 7 સરકારી શાળામાં અભ્યાસ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મોરબીની નાલંદા સ્કુલમાં પૂર્ણ કર્યું હતું. ધોરણ-12 સાયન્સ બાદ પાયલોટ બનવાની શરુઆત કરી તેના માટે બરોડા ખાતે આવેલી એર ક્રાફ્ટ મેન્ટેન્સ એજીનરનો અભ્યાસ પૂર્ણ કર્યો અને દિલ્લી ખાતે પાયલોટની એન્ટર ટેસ્ટ આપી જેમાં તે સફળ થતા દિલ્લીની એચ એમ એવિએશન એકેડમીમાં છ મહિનાની ગ્રાઉન્ડ ટ્રેનીગ મેળવી થીયરી પરિક્ષા પાસ કરી અને ફ્લાઈંગ પ્રેક્ટીસ માટે સાઉથ આફ્રિકાની સ્કાય ઓફ એવિએશનમાં 18 મહિના સુધી 210 કલાક પ્લેન ઉડાવવાનો અનુભવ કરી કોમર્શીયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું અને ભારત સરકારની ડી જી સી એમાં કોમર્શીયલ પાયલટના લાયસન્સ માટે એપ્લાય કરી અમૃતસરમાં 20 કલાકનું કન્વર્ઝન ફલાઈંગ કરી ભારત સરકારનું કોમર્શીયલ પાયલટીંગનું લાયસન્સ મેળવ્યું હતું. તમામ ટ્રેનીગ પૂર્ણ થતા દિલ્હી ખાતે મેડીકલ ચેકઅપ માટે 5 દિવસ દિલ્હી બોલાવવામાં આવ્યો જે બાડ મેડીકલ ચેકઅપ પૂર્ણ કરી પાયલોટ માટે લાયક બન્યો.

જે બાદ વેન્ચુરા એર કનેક્ટ નામની કંપનીમાં વેક્ન્સી આવતા એપ્લાઇ કરતા જે કંપનીમાં સુરત ખાતે ઈન્ટરવ્યુ આપ્યું હતું. જે ઈન્ટરવ્યુમાં પાસ થતા 10/04/2025ના રોજ વેન્ચુરા એર કનેક્ટ કંપનીમાં જોબ માટે કન્ફર્મ લેટર મળ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW