મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતો આરોપી અરવિંદભાઈ અજુભાઈ સોમાણી રહે. ભડીયાદ કાંટે, સાયન્સ કોલેજની આગળ મોરબીવાળાને કુલ રૂ.- 1,050ના મળેલ મુદ્દામાલ સાથે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ઝડપી લઇ આરોપી વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.