Friday, November 14, 2025
HomeGujaratમોરબીમાં બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 21,700 હેકટરમાં ઉનાળું પાકનું વાવેતર, 2500 વીધામાં...

મોરબીમાં બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 21,700 હેકટરમાં ઉનાળું પાકનું વાવેતર, 2500 વીધામાં ઉનાળુ પાકનું વાવેતર ઘટ્યું

મચ્છુ-2 ડેમનું રીપેરીંગ અને નર્મદા કેનાલમાં સફાઈ કામગીરી શરુ થતા પાણી ન મળતા વાવેતર ઘટ્યું, 
 
ઘઉં અને ચણાનો પાક લેવાઈ ગયા બાદ સિંચાઈ સુવિધા ધરાવતા મોરબી જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક સમાન ટૂંકા ગાળાના ઉનાળુ પાકની વાવેતર શરૂ કરી દીધું હતું. ચાલુ વર્ષની ઉનાળુ સિઝનના વાવેતરનું ગયું છે. 7 એપ્રિલ સુધીમાં મળેલા આંકડા મુજબ મોરબી જિલ્લામાં કુલ 21,600નું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. ખાસ કરીને કેનાલની સુવિધા હળવદ તાલુકામાં સૌથી 16,940 હેક્ટરમાં વધુ ઉનાળુ પાક લેવાયો છે. અન્ય તાલુકાની વાત કરીએ તો માળિયા મિયાણામાં 155 હેક્ટર, મોરબીમાં 800 હેક્ટર, ટંકારામાં 1575 હેક્ટર, વાંકાનેરમાં 2210 હેક્ટરમાં વાવેતર થયું છે.  નર્મદાની કેનાલમાં રિપેરિંગ અને સફાઈ કામગીરી ચાલુ હોવાથી ઉનાળુ પાક માટે કેનાલના પાણી મળવાની શક્યતા ન હોવાથી માત્ર ડેમના કમાન્ડ એરિયામાં આવતા ખેતરમાં ઉનાળુ પાકનું વાવેતર બે વર્ષથી ઓછું થઈ રહ્યું છે. ગત વર્ષે પણ મોરબી જિલ્લામાં લગભગ 21 900 હેક્ટરમાં વાવેતર થયું હતું. જોકે 2023ની સ્થિતિ જોઈએ તો 24 200 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું એટલે કે બે વર્ષ અગાઉની સ્થિતિએ લગભગ 2500 હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે. 

મોરબી અને માળિયા તાલુકામાં વાવેતર ઘટ્યું, મોરબીના સૌથી મોટા મચ્છુ-2 ડેમમાંથી સિંચાઈ માટે પુરતું પાણી ન મળવાની સંભાવનાને ધ્યાને રાખી  મચ્છુ 2 ડેમની કેનાલના કમાન્ડ વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર ન કરવા સૂચન કરાયું હતું અને તેના કારણે મોરબી તાલુકા તેમજ માળિયા તાલુકાના અનેક ગામડા માં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કરવાનું ટાળ્યું છે. આવી જ સ્થિતિ હળવદ તાલુકાના કેટલાક ગામમાં છે જેમાં નર્મદા કેનાલની સફાઈ અને રીપેરીંગ કામ ચાલુ હોવાથી તેના કમાંડ એરિયામાં આવતા ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યું છે. 

તલ અને બાજરીની 10 થી 11 વખત પાણી આપવું પડે 

ઉનાળુ તલ અને બાજરીનું અમારા ગામમાં લગભગ 200  વીઘા જમીનમાં વાવેતર થયું છે. બાકી મોટાભાગના ખેડૂતોએ વાવેતર કર્યું નથી. જેનું મુખ્ય કારણ સીઝન દરમિયાન તલ કે બાજરી ને 10થી 11 વખત પાણી આપવું પડે એક તો ચેક ડેમ તૂટેલો છે, જેના કારણે પાણી ટકતું નથી બીજું જો મોટાભાગના ખેડૂતો વાવેતર કરે તો પાણી પૂરું પણ ન પડે જેથી હાલ નદી કાંઠા નજીક જે ખેતર છે તેમાંથી વાવેતર થયું છે. હાલ મજુર પણ મળે નહી જેથી ખેડૂતો ત્રણ મહિના જમીન તપવા દેશે જેથી ચોમાસું પાક માટે જમીન તૈયાર થઇ જાય તેમ જીતુભાઈ પટેલે જણાવ્યું હતું. 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page