HomeGujaratટંકારાના ઘુનડા નજીક નવજાત બાળકને છોડી દેનાર માતા પિતા ઝડપાયા

ટંકારાના ઘુનડા નજીક નવજાત બાળકને છોડી દેનાર માતા પિતા ઝડપાયા

ટંકારા તાલુકાના ઘૂંનડા ગામની સીમમાં આવેલા લક્ષદીપ કારખાના સામેથી મોઢા પર મીઠું અને નાખી દાટેલી હાલતમાં એક નવજાત બાળકના મળી આવ્યું હતું જેને સ્થાનિકોએ બચાવી લઇ સારવાર અર્થે મોરબી સિવિલ મોકલી આપતા તેનો જીવ બચી ગયો હતો ઘટના બાદ પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક ગુન્હો નોધી બાળક ના માતા પિતાની શોધખોળ કરી હતી દરમિયાન એલસીબી તેમજ સ્થાનિક પોલીસે અલગ અલગ દિશમાં તપાસ કરી હતી અને આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ,સેલ આઈડી સહિતની લઇ તપાસ શરુ કરી હતી બીજી તરફ બાળકનું જે કપડું પહેર્યું હતું તે બનાસકાંઠા જિલ્લાના ભાભર આરોગ્ય કેન્દ્રનું હોવાથી બાળકનો જન્મ આ કેન્દ્રમાં થયો હોવાની પણ આશંકા હોવાથી પોલીસે આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ તપાસ કરી હતી જેમાં ભાભર આરોગ્ય કેન્દ્ર ખાતે એક મહિલાની પ્રસુતિ થઇ હતી જેનું નામ રક્ષાબેન રમેશભાઈ ઠાકોર છે જયારે પતિનું નામ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર હતું જોકે હાલ તેની પાસે આ બાળક ન હોવાથી આ દંપતીએ બાળક ત્યજી દીધુ હોવાનું જાણવા મળતા અંતે પોલીસે હાલ બન્ને ક્યાં રહે છે તે પત્તો લગાવવા પ્રયાસ શરુ કર્યો હતો દરમિયાન બાતમી મળી હતી કે આ દંપતી મોરબી જિલ્લામાં જ હોય અને મીતાણા બ્રીજ આસપાસ ફરી રહ્યા છે અ બાતમી આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોચી હતી અને દંપતી ને પકડી પાડી ટંકારા પોલીસને સોપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW