મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સનવીસ સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની સીનીબેન અજય નાયક નામના પરણિતાએ ગઈકાલના રોજ લેબર કવાર્ટરમાં કોઇ કારણસર પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.