મોરબીના મકનસર ગામ પ્રેમજીનગર નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ આરોપી સંજય ઉર્ફે ધુડો રાતૈયાના ઈટોના ભઠ્ઠા પાસે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે તે સ્થળે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની 78 ઈંગ્લીશ દારૂની બોટલો કુલ રૂ.- 47,524ના મળેલ મુદામાલ સાથે આરોપી સંજય ઉર્ફે ધુડો રાતૈયાની ધરપકડ કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.