Friday, November 14, 2025
HomeGujaratમોરબીમાં ટ્રક ચાલકનું 7 શખ્સોએ છરી દેખાડી અપહરણ કર્યું, 24 ટન કોપર...

મોરબીમાં ટ્રક ચાલકનું 7 શખ્સોએ છરી દેખાડી અપહરણ કર્યું, 24 ટન કોપર વાયર ભરેલ ટ્રક પણ લૂંટી ગયા

મોરબી શહેર નજીક આવેલા કંડલા બાયપાસ પાસેના ભક્તિનગર સર્કલ થી પાપાજી ફન વર્લ્ડ તરફ જતા રોડ પર ગત તારીખ 8 ના રોજ લાલજી ધનજીભાઈ વાડોલીયા નામના ટ્રક ડ્રાઇવર તેમના GJ 10X 9864 નંબરના ટ્રકમાં 24 ટન કોપર વાયર ફરી જામનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક એક કાર તેમનો પીછો કર્યો હતો અને તેમના ટ્રકને આંતરી ટ્રક રોડ પર અટકાવ્યો હતો. બાદમાં કારમાંથી ચાર જેટલા શખ્સો ઉતર્યા હતા છરી દેખાડી મારી નાખવાની ધમકી આપી તેનું અપહરણ કર્યું હતું જ્યારે અન્ય બે સક્ષોએ ટ્રક તેમજ તેમાં ભરેલા 24 ટન કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ જેમતેમ કરીને છૂટેલા ટ્રક ડ્રાઇવર લાલજીભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ગૌરાંગ પટેલ ઈરફાનભાઇ અમિત વાજા વસંત વાઘેલા અમિત સારલા તેમજ અજાણ્યા બે શખ્સો સામે અપરણ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page