HomeGujaratમોરબીમાં મહત્વના વિસ્તારમાં વાહન પાર્કિંગ માટે ચુકવવા પડશે પૈસા મનપાએ પે એન્ડ...

મોરબીમાં મહત્વના વિસ્તારમાં વાહન પાર્કિંગ માટે ચુકવવા પડશે પૈસા મનપાએ પે એન્ડ યુઝ પાર્કિંગ માટે તૈયારી કરી તેજ

મોરબી શહેરના મુખ્ય માર્ગો પર સતત ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે ખાસ કરીને શનાળા બાયપાસથી ગાંધીચોક સુધીનો રોડ, જુના બસ સ્ટેશન થી નેહરુ ગેટ ચોક ગેસ્ટ હાઉસ રોડથી મહા નગર પાલિકા કચેરી સુધીના રોડ પર વાહન ચાલકો દ્વારા આડેધડ રોડ પર વાહન મુકીને જતા રહેતા હોવાથી ટ્રાફિક જામ થતું હોય છે જે સમસ્યા ઉકેલવા મનપા દ્વારા મુખ્ય માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા બાદ હવે અલગ અલગ વિસ્તારમાં આવેલા જાહેર પાર્કિંગ પ્લોટને પે એન્ડ યુઝ કરવા તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે જેમાં શહેરના સૌથી વ્યસ્ત એવા શનાળા રોડ પર પે એન્ડ પાર્કિંગ કરશે જેમાં સરદાર બાગ ખાતે આવેલા પાર્કિંગ પ્લોટ તેમજ સુપર માર્કેટ સામેના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્કિંગ જ્યાં આડેધડ વાહન મુકીને જતા રહેતા હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો થતો હોય છે આવી સ્થિતિ મુખ્ય પોસ્ટ ઓફીસ સામે આવેલા ત્રિકોણ બાગ ખાતેના પાર્કિંગ પ્લોટ અને શક્તિ ચોક ખાતે આવેલી જગ્યામાં પે એન્ડ યુઝ પાર્કિંગ કરવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે ત્રણેય પાર્કિંગ જગ્યાના ડેવલપમેન્ટ અને મેન્ટેન્સ માટેના એસ્ટીમેટ તૈયાર થયા બાદ મનપા દ્વારા જરૂરી ટેન્ડર પ્રકિયા પણ શરુ કરી છે એજન્સીને ત્રણેય લોકેશનમાં આવતા વાહનોના પે એન્ડ યુઝ પાર્કિંગ શરુ કરવા અલગ અલગ એજન્સી પાસે ભાવ મગાવવામાં આવ્યા છે આગામી દિવસોમાં ટેન્ડર પ્રકિયામાં જો એજન્સી મનપા જે શરતો રાખી છે તે શરતો મુજબ આવશે તો આ ત્રણેય સ્થળ પર વાહન પાર્ક કરવા વાહન ચાલકોએ રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે જોકે પાર્કિંગ ચાર્જ કેટલો લેવાશે. કેટલા વાહનોના પાર્કિંગ ક્ષમતા મુજબ થશે હાલ દુકાન દારો ત્યાં વાહન મુકે છે તેમના માટે શું વ્યવસ્થા થશે આગામી દિવસમાં સામે આવી શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW