HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં કુલર મુકવા અંગે સામાજિક કાર્યકરો દ્વારા માંગ...

મોરબી સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં કુલર મુકવા અંગે સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરાઈ

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને દુધરેજીયા, જીલ્લા કલેકટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજુઆત કરી જણાવ્યું છે કે, મોરબીમાં કાળ જાળ ગરમી હોવાથી સીવીલ હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓ પોત પોતાના ઘરેથી પંખા લાવવા પડે છે. જેથી હોસ્પિટલમાં તાત્કાલીક કુલર મુકવામા આવે અને ગત વર્ષે પણ કાળજાળ ગરમીમાં કુલર મુકેલ હતા. તેથી હાલ પણ ભયંકર ગરમી પડતી હોય જેથી પંખા કાંઈ અસર કરતા નથી. અમુક એટકના દર્દીઓ આવે છે અમુક ડાયાબીટીસ તથા અમુક બીપી લો થઈ જાય એવા દર્દીઓ માટે ખાસ કુલરની જરૂરત છે. આ રજુઆત ધ્યાને લઈને તાત્કાલીકના ધોરણે હોસ્પિટલમાં કુલર મુકવામાં આવે તેવી દર્દીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW