HomeGujaratલજાઈ નજીક ખેતરમાં આગ ભભૂકી ઘઉના ઉભા પાકનો સોથ વળ્યો, PGVCLની લાઈનમાં...

લજાઈ નજીક ખેતરમાં આગ ભભૂકી ઘઉના ઉભા પાકનો સોથ વળ્યો, PGVCLની લાઈનમાં શોક સર્કીટની આશંકા

મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે આગના બનાવ સતત વધી રહ્યા છે તેમાં પણ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાં શોક સર્કીટ થવાના કારણે ખેતરના ઉભા પાક સળગી ઉઠવાની ઘટના પણ સામે આવી રહી છે ત્યારે આજે ટંકારા તાલુકાના લજાઈ ગામમાં પણ બપોરના સમયે ખેડૂતના એક ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને પવનને કારણે આગે ગણતરી ના સમયમાં આખું ખેતર ઝપટમાં લઇ લીધું હતું જેના કારણે ખેતરમાં ઉભેલા તૈયાર ઘઉંનો પાક ખેડૂતની નજર સામે બળીને ખાખ થઇ ગયો હતો હાલ આગનું સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ ખેડૂત પરિવાર દ્વારા ખેતર પરથી પસાર થતી વીજ લાઈનમાં વોલ્ટ વધઘટ થવાના કારણે શોટ સર્કીટ થવાથી આ ખેતર આગના હવાલે થઇ ગયા હોવાની આશંકા સેવી રહ્યા છે આ ઘટનામાં ઘઉંનો મોત જથ્થો બળીને રાખ થઇ ગયો હતો

આ ઘટનાની જાણ થતા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ ગૌતમ વામજાએ ખેતર ની અને ખેડૂત પરિવારની મુલાકાત લીધી હતી અને ખેડૂતને થયેલા નુકશાનનું વળતર મેળવવા પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW