હાલ સમગ્ર રાજ્યમાં ઉનાળાનો આકરો તડકો પડી રહ્યો છે જેના પગલે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. હીટવેવના કારણે લુ લાગવા તેમજ સન સ્ટ્રોકને લગતા કેસમાં વધારો થઈ શકે છે ખાસ કરીને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકો, રેકડી ધારકો ,મંજૂર વસાહતો વગેરે સ્થળે કામ કરતા મજૂરોમાં લુ લાગવાની શક્યતા રહેતી હોવાથી ગરમીમાં લોકો માટે જીવાદોરી સમાન મોબાઇલ હેલ્થ યુનિટ, ધનવંતરી આરોગ્ય રથ. શ્રમજીવી આરોગ્ય રથ અને આરોગ્ય સંજીવની મોરબી ના અલગ અલગ અંતરિયાળ વિસ્તાર, કડિયાનાકા, મજૂર વસાહત અને બાંધકામ સાઇટો પર કામ કરતા મજૂરો ને પ્રાથમિક તપાસ કરી B.P, સુગર, હીમોગ્લોબિન ટેસ્ટ, વગેરે કરી ને જરૂર જણાય તેને ગ્લુકોઝ અને ઓઆરએસ પાવડર અને જરૂરી દવા આપવામાં આવે છે. તેમજ લોકોને આ ગરમીમાં હિટસ્ટોક થી કઈ રીતે બચી શકાય તેની માહિતી પણ આપવા માં આવે છે.તેમ મોબાઈલ હેલ્થ યુનિટના મોરબી કચ્છ ઝોનના પ્રોજેક્ટ રાહુલ શેખવા એ જણાવ્યું હતું.

