HomeGujaratમોરબીના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા અટકાવવા પોલીસ અને મનપાએ નો પાર્કિંગ ઝોન...

મોરબીના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા અટકાવવા પોલીસ અને મનપાએ નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા 

મોરબી શહેરમાં સતત વધી રહેલા વાહનની સામે ઘટતી પાર્કિંગની જગ્યા લોકો માટે માથાના દુઃખાવા સમાન છે, આટલું ઓછું હોય તેમ ઘણા વાહન ચાલકો પોતાની મન મરજી મુજબ રસ્તામાં વાહન પાર્ક કરીને જતા રહેતા હોવાથી રસ્તા પર અન્ય વાહન ચાલકોને નીકળવામાં મુશ્કેલી થતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મોરબી મનપા અને પોલીસની ટીમે આડેધડ વાહન પાર્કિગ થતા અટકાવવા સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં નો પાર્કિંગ જાહેર કર્યા છે અને તેના લગતા બોર્ડ મુકવામાં આવ્યા છે.
 
મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ, રામ ચોક, ગાંધી ચોક તેમજ અલગ-અલગ વિસ્તાર ગેસ્ટ હાઉસ રોડ તેમજ અન્ય વિસ્તારમાં આડેધડ રસ્તા પર કાર અને બાઈક ચાલકો તેમનાં વાહન પાર્ક કરીને જતા રહે છે. જેના કારણે રસ્તામાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો ને હેરાન ગતી થતી હોય અને ટ્રાફિક જામ નો શિકાર બનતા હોય છે. કેટલીક વખત આડેધડ વાહન પાર્ક થવાથી નાના મોટા અકસ્માત પણ થતા હોય છે અને આ મુદે અનેક વખત તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા અને રોડ પર આડેધડ કાર કે બાઈક પાર્ક કરતા વહન ચાલકો સામે એક્શન લેવા માગ થતી હોય છે, સતત વધતી આ સમસ્યાને પગલે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ મોરબી મહાનગર પાલિકા કચેરી દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં રોડમાં આડેધડ  પાર્ક ન કરવા જણાવ્યું છે આ રીતે આડેધડ વાહન પાર્ક કરનાર સામે પોલીસ અને મનપા કડક એક્શન લેવાની પણ તૈયારી શરુ કરી છે. આગામી દિવસમાં શનાળા રોડ કે રવાપર રોડ પાલિકા જાહેર કરેલા નો ઝોન પાર્કિગમાં વાહન પાર્ક કરનાર સામે દંડ અથવા વાહન ડીટેઇન ની કાર્યવાહી પણ થઈ શકે છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW