મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગાળા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી અરવિંદભાઇ પાસેથી શૈલેષભાઇ ભુરાભાઇ જોષીએ ફાઇટર-9 એપ્લીકેશનમાં NTD 2245 નામના આઇ.ડી મળેવી CSK-DC વચ્ચેની આઇ.પી.એલ-2025ની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા શૈલેષભાઇ ભુરાભાઇ જોષીને રોકડ રૂ. 5000 અને 01 મોબાઈલ ફોન સહીત કુલ રૂ.- 10,000નો મળેલ મુદમાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ આરોપીની પુછપરછ કરતા અરવિંદભાઈ રહે. વાવ જી. બનાંસકાંઠાવાળાનું નામ સામે આવ્યું હતું. પોલીસે બને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.