મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા રમેશભાઈ સોલંકીના 2 પૌત્રી અને એક પૌત્ર ગામમાં સ્વામિનારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય જેમાંથી એક પૌત્રી એલ કે.જી.માં જયારે એક પૌત્ર અને પૌત્રી આરટીઈ એક્ટ હેઠળ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતા હોય જે બાળક એલ કેજી માં અભ્યાસ કરતા હોય તેની રૂ 9 હજાર વર્ષિક ફી હોય અને રૂ 5 હજાર ભરી દીધી હોય જયારે 4 હજાર બાકી હોય અને આ ફી ભરવાનું કહ્યું હતું. જોકે વાલીએ હાલ રૂપિયાની સગવડ ન હોય થોડા દિવસમાં ફી ભરી આપીશું તેમ જણાવવા છતાં શાળાએ બાળકોને તેમજ બીજા બે બાળકો આરટીઈમાં અભ્યાસ કરતા હતા તેમને પણ શાળાએ ન આવવા શાળાના સંચાલકોએ કીધા હોવાની મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને ફરિયાદ કરી હતી. વાલીએ શાળા શિક્ષકો પણ પૂરતા ક્વોલિફિકેશન રાખવાના બદલે 10 -12 પાસ રાખી દેવાયા હોવાનો તેમજ નિયમિત વાલી મીટીંગ પણ ન રાખવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. એક તરફ પરીક્ષાનો સમય નજીક આવતો હોય અને શાળા ફી મુદ્દે અભ્યાસ ન કરવા દેવાની ચોકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મકનસરની શાળામાં ફી મુદે શાળામાં ન જવા દેવાની વાલીની લેખિત ફરિયાદ મળી છે અને આ બાબતના તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન એ મહેતાએ જણાવ્યું હતું.

