માળિયા-કચ્છ હાઇવે પર આવેલ આરામ હોટલની નજીક એસ.ટી બસ ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ હાલ પંચમહાલ જિલ્લામાં રહેતા અને એસ.ટી બસ કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા જગતસિંહ ઉદેસિંહ મકવાણાએ આરોપી એસ.ટી બસ રજી.નં.GJ-18-Z-1296 ના ડ્રાઇવર કનુભાઇ ભીમાભાઇ બારીયા વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હવાલાવાળી એસ.ટી બસ રજી. નં.GJ-18-Z-1296 પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આગળ જઈ રહેલ અજાણ્યા ડમ્પરના પાછળ ઠાઠાની સાઇડે બસનો ખાલી સાઇડનો ભાગ ભટકાડી બસમાં બેઠેલ મુસાફર પૈકી કૈલાશભાઇ મકનભાઇ પરમારને તથા જગતસિંહને ઈજા પહોંચાડી હતી. આ મામલે જગતસિંહની ફરીયાદના આધારે પોલીસે તે શખ્સ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.