Friday, April 18, 2025
HomeGujaratઆવતીકાલના રોજ મચ્છુ- 2 ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે, અનેક...

આવતીકાલના રોજ મચ્છુ- 2 ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે, અનેક નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-02 ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરીની પગલે તા. 02/04/2025ના રોજ બપોરે 4 વાગ્યે 2 દરવાજા 2 ફુટ ખોલી 1300 ક્યુસેકનો પ્રવાહ પસાર કરવામાં આવશે. જે તબક્કાવાર વધારીને 3500 ક્યુસેક સુધી કરવામાં આવશે.

જે બાબતે ડેમના નીચવાસમાં આવતા ગામે જેમ કે મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW