રાજકોટ શહેરની નજીક નવાગામમાં આવેલ કેમિકલ ફેક્ટરીમાં બપોરના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળ્યા હોવાની ઘટના સામે આવી હતી નવા ગામ પાસે જે.કે.કોટેજ કેમિકલ ફેક્ટરીમાં ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ બુજાવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
રાજકોટ નવાગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યાનો વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સાબુ અને કેમિકલ બનાવતી કંપનીમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. આગ એટલી પ્રચંડ છે કે તેની જ્વાળા દુરદુર સુધી દેખાઇ રહી છે અને આકાશમાં દુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા રાજકોટ ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટના સ્થળે પહોચી હતી અને પાણી નો મારો ચલાવી પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે