ઉનાળુ વેકેશન શરૂ થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તી અને સુગમ યાત્રા કરાવતી એસટી નિગમ દ્વારા ગયા વર્ષે ભાડામાં 25 ટકાનો તોતિંગ વધારો કર્યા બાદ ગઇકાલે ફરી 10 ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે એક તરફ મુસાફરોના ખિસ્સા પર થોડો માર પડ્યો છે તો બીજી તરફ એસટી નિગમની આવક પણ વધારો થયો છે. મોરબી ડેપોની વાત કરીએ તો માત્ર એક દિવસમાં અંદાજિત રૂ.36 હજારની કમાણી વધી રૂ.4 લાખ ની કમાણી થઈ હતી.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા શુક્રવાર રાતથી તમામ પ્રકારની સેવામાં મૂળ ભાડા કરતા 10 ટકાનો વધારો કરાયો છે અને તેની અમલવારી શરૂ થતા મુસાફરી ભાડામાં પણ વધારો થયો છે. શનિવાર રાત્રે 12 વાગ્યાથી ભાડામાં વધારો અમલી બનતા મોરબી એસ ટી ડેપોની આવકમાં 24 કલાકમાં અંદાજિત 35 થી 36 હજારનો વધારો થયો છે.
આ આવકમાં સૌથી વધુ રાજકોટ અને અમદાવાદ જતા રૂટની આવક વધૂ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મોરબી ડેપોની અલગ અલગ રૂટ પર દોડતી ઇન્ટર સિટી, એક્સપ્રેસ, ગુર્જર નગરી સ્લીપર તેમજ વોલ્વો સહિતની બસમાં એક દિવસમાં આવક થઈ ગઈ છે. ભાડા વધારાની સ્થિતિ જોઈએ તો રાજકોટ જવા ઇન્ટર સિટી બસમાં અગાઉ 49 રૂપિયા હતા, તે વધીને 54 થયા છે જ્યારે આ જ રૂટ પર એક્સપ્રેસ બસનું ભાડું હવે રૂ.98 થઈ ગયું છે. જયારે ટંકારા નું લોકલ ભાડું 26થી વધીને 31અને એક્સપ્રેસનું ભાડું 31 થઈ ગયું છે, તો જામનગરનું લોકલ બસનું ભાડું 64.થી વધીને 70 સુધી જયારે એક્સપ્રેસ બસનું ભાડું 119 સુધી પહોંચી ગયો છે. જ્યારે દ્વારકા જવા લોકલ બસમાં 162 અને એક્સપ્રેસ બસમાં 208 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત અમદાવાદ જતી લોકલનું ભાડું 125થી વધીને 135 થયુ અમદાવાદ જતી બસ એક્સપ્રેસનું ભાડું 165થી વધીને 182 થયુ છે. અન્ય રૂટના ભાડાની વાત કરીએ તો હવે જૂનાગઢ જવા હવે મુસાફરોને 168 ચૂકવવા પડશે. મોરબી થી વાંકાનેર જવા મુસાફરોને લોકલ બસમાં 44 અને એક્સપ્રેસમાં રૂ 63 ચૂકવવા પડશે.

