ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ટંકારાના મીતાણા ગામે રેડ કરી હતી. જ્યાં જાહેરમાં TATA IPL, ટી-20 ક્રિકેટ મેચનું મોબાઈલ ફોનમાં ક્રિકેટ ગુરુ એપ્લીકેશનમાં ચાલુ મેચનો સ્કોર બોર્ડ જોઈ અલગ-અલગ ગ્રાહકોના મોબાઈલ ફોનથી ડાયરીમાં રન ફેરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો આરોપી કિશનભાઈ મગનભાઈ બસિયા નામના યુવાનને અલગ-અલગ કંપનીના 4 મોબાઈલ ફોન અને રોકડ રૂ.1800 મળી કુલ રૂ.- 12,800ના મળેલ મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા અન્ય બે સાગર લાખાભાઈ બસીયા અને વિક્રમ જેઠાભાઈ બસિયા નામના શખ્સોનું નામ સામે આવ્યું હતું. ટંકારા પોલીસે તે ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એકટ મુજબ ગુનાની નોધ કરી છે.

