HomeGujaratમોરબીના શિક્ષકનું કારમાં કર્યું અપહરણ,માર મારી ત્રણ વ્યાજખોરેએ પઠાણી ઉઘરાણી કરી

મોરબીના શિક્ષકનું કારમાં કર્યું અપહરણ,માર મારી ત્રણ વ્યાજખોરેએ પઠાણી ઉઘરાણી કરી

મોરબીની લખધીરપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપર ગામે રહેતા હરેશભાઇ ગોરધનભાઈ વડગાસીયા નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રવીભાઈ સવજીભાઈ મારવણીયા, કેલ્વીનભાઈ પટેલ અને વિશાલભાઈ વિનોદભાઈ પારેજીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી રવીભાઈ મારવણીયા પાસેથી રૂ. વિશ લાખ 30%ના વ્યાજે લીધેલા હતા અને જે બાદ 32 લાખ ચૂકવી આપ્યા છતાં વધુ રૂપીયા ચુકવવા અવાર નવાર ફોન તેમજ રૂબરૂ આવી ફરીયાદીને ધાક ધમકી આપી હતી. ફરિયાદીએ વિશાલભાઈ પાસેથી કટકે કટકે રૂ. વીશ લાખ 15 % તથા 30 % વ્યાજે લીધેલ હોય અને રૂ. 27 લાખ ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી વિશાલના સાઢુભાઈ કેલ્વીન થતા હોય જેના મારફતે અવાર-નવાર વ્યાજે આપેલ રૂપીયાની ઉધરાણી કરી ફરી. ને રૂબરૂ તેમજ ફોન ઉપર ધાક ધમકી આપી હતી. જે બાદ આરોપીઓએ ફરીયાદીને લખધીરપુર પ્રાથમિક શાળા પાસે બોલાવી બળજબરીથી તેઓના હવાલાવાળી સ્વીફટ ગાડીમાં અપહરણ કરી લઈ જઈ શરીરે મુંઢ ઈજાઓ કરી,ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હરેશભાઈની ફરિયાદ આધારે પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW