સમાજવાદી પક્ષમાંથી આવતા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા બાબતે આપેલા નિવેદન મુદે વિરોધ થયો છે તેઓએ દાવો કર્યો હતો કે ઈબ્રાહીમ લોદી સામે લડવા રાણા સાંગાએ બાબરને નિમંત્રણ આપ્યું હતું જોકે બાદમાં તેઓએ રાણા સાંગા ને ગદ્દાર શબ્દ કહેતા ભારે વિવાદ થયો હતો શરૂમાં સંસદમાં વિવાદ થયા બાદ રોડ પર ઉતરી આવ્યો છે યુપીમાં તેના નિવાસ સ્થાન બહાર તોડફોડની ઘટના બની છે ત્યારે રાજપૂત કરણી સેનાના કાર્યકરો દ્વારા તેમના નિવેદનને અપમાન જનક અને સત્યથી વિપરીત ગણાવ્યું હતું અને આવા નિવેદન માટે માફી માગવાની તેમજ તેનું રાજ્ય સભાનું સભ્ય પદ રદ કરવાની માંગણી કરી હતી. આ મુદે હળવદમાં પણ વિવિધ રાજપૂત કરણી સેનાએ હળવદ મામલતદારને આવેદન આપી વિરોધ રજુ કર્યો હતો.