મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જુના નાગડાવાસ ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હિતેશભાઈ ભોગીલાલ મહેતા, પ્રશાંતભાઈ ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઈ ઘ્રાંગા, બીજલભાઈ અણદાભાઈ સુરેલા, દિલીપભાઈ લાભુભાઈ સુરેલા, જયેશભાઈ ઉર્ફે જયેલો ગગુભાઇ મિયાત્રા, માવજીભાઈ સુખાભાઈ રાઠોડ અને વનરાજભાઈ રામજીભાઈ સરેસા નામના સાત શખ્સોને રૂ.- 69,050ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

