મોરબી શહેર અને આસપાસ પરિવારોને જાણ કરવાની કે, સનાતની હિન્દુઓના અઢારે વરણને એક કરવા કાર્યરત સંગઠન એટલે એકતા એજ લક્ષ્ય સંગઠન ના સંસ્થાપક એવા ભગીરથ સિંહ રાઠોડની પ્રેરક પ્રેરણા અને માર્ગદશનથી આગામી સમયમાં એક્તા એજ લય સંગઠન -મોરબી દ્વારા સનાતની હિન્દુ પરિવારો માટે સરકીટ હાઉસની બાજુમાં, પહેલા માળે, એકતા એજ લક્ષ્ય સંગઠન કાર્યાલય સમાકાંઠે ખાતે નિશુલ્ક સુવિઘા કેન્દ્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં ચુંઢણીકાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટોમાં સુધારા વધારા, નવા કઢાવવા તેમજ વિવીધ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવા જેવી સેવાઓ ફકત સરકારી ફી આપીને કરાવી શકાશે સંસ્થા દ્વારા આ સીવાય કોઈ અન્ય વધારાનો ચાર્જ વસુલ કરવામાં આવશે નહી. આ સેવા રામનવમીના પાવન પર્વ પછી કાર્યરત થશે તો, આ સુવિધાનો લાભ દરેક સનાતની પરિવાર સુધી પહોંચે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

