માળીયા મિયાણાના લુણસર ગામે રહેતા કાદરભાઈ હારૂનભાઇ કમોરા નામના યુવાન માનસિક બિમારીથી પીડાતો હોય જે બીમારીથી કંટાળી બપોરના એક વાગ્યાની આસપાસ યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે માળીયાની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ મામલે માળીયા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

