વાંકાનેરની સેન્સો ચોકડી પાસે આવેલ શીવાભાઈના રૂમમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની રાજેશભાઈ કમલસીંગ જાટવે RJ-07-GE-2827 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ ફરીયાદીનો દીકરો જીતુ ઉ.વ.-19 ફરિયાદીનું GJ-36-Q-9863 નંબરનું બાઈક ચલાવીને જતો હતો. ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સરતાનપર ચોકડી નજીક બાઈકને સામેથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં ફરીયાદીના દીકરાને અકસ્માતમાં માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પિતાની ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

