મોરબી શહેરની ભાગોળે આવેલા મહેન્દ્રનગર ગામ પાસે છેલ્લા બે વર્ષથી માર્ગ મકાન વિભાગ દ્વારા ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ટલ્લે ચડેલી હોય જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી હળવદ અને મોરબી જેતપર રોડ ને જોડતી આ ચાર રસ્તા પાસે વર્ષોથી બ્રિજ બનાવવાની માંગણી હતી પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પીએમ નરેન્દ્ર મોદી એ વર્ચ્યુઅલ બ્રિજનું ખાતમુરત કર્યું હતું.
જોકે બાદમાં સ્થાનિકો દ્વારા બનું આ બ્રિજ બનવાથી ધંધા રોજગારને અસર થશે. જેથી કોમર્શિયલ વિસ્તારોમાં બ્રિજ ખુલો બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જે અંગે રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવતા ત્યાંથી હજુ મંજૂરી મળવાની બાકી હોય જેના કારણે કામગીરી ઠપ થતા લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે, સાથે સાથે આ બ્રિજની ખર્ચમાં પણ સમય જેમ વધી રહ્યો છે તેમ તેમ વધારો થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
અગાઉ બ્રિજ 4 સ્પાન બનાવવા હતા જેમાંથી 6 પિલર પર બે સ્પાન ઊભા થઈ ગયા છે બાકી કામગિરિ અટકી છે. જે તે સમયે આ બ્રિજ અંદાજિત 21 કરોડ ના ખર્ચે થવાનો હતો. અને 2023માં કામ શરૂ કરી 2025 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. જોકે વેપારીઓ ની રજૂઆત બાદ આ બ્રિજ 16 સ્પાનનો બ્રિજ બનાવવા રાજ્ય સરકાર ના માર્ગ મકાન વિભાગ મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે હવે આ બ્રિજ અંદાજિત 44 કરોડના ખર્ચે તૈયાર થાય તેવી શક્યતા છે.