મોરબીના નાગડાવાસ ખાતે તા આવેલા મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા 23ના રોજ વાંકાનેર પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ દ્વારા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ પરશુરામ કપ સીઝન 2નું આયોજન કર્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાર ચોવીસી પ્રમુખ શંકરભાઈ જેરામભાઈ ખાંડેખા,પરજીયા બ્રાહ્મણ અભ્યુદય મંડળના પ્રમુખ દયારામભાઈ શંભુભાઈ સુંબડ તેમજ પરજીયા રાજગોર બ્રહ્મ સમાજના પ્રમુખ ઠાકરશીભાઈ પંડ્યા ના અતિથી વિશેષની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં વાંકાનેર જામનગર અંજાર રાપર જડેશ્વર સહિતના અલગ અલગ શહેરની 14 ટીમે ભાગ લીધો હતો