મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ રાણવા નામના યુવાનનું ગઈકાલના રોજ કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. તેનો મૃતદેહ પ્રેમજીનગર ગામની પાછળ ખાણમાં બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના કુટુંબી શામજીભાઈ પોપટભાઇ રાણવા દ્વારા પોલીસને જણાવેલ પ્રાથમિક વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી છે. મોત ક્યાં કારણોસર થયું હોય તે જાણવા જીતેન્દ્રભાઈના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.